નૂતન વર્ષાભિનંદન 2026: 'રેડલાઇન ન્યૂઝ' સાથે જોડાયેલા સૌ વાચકોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ!

વર્ષ 2025 ની યાદોને વાગોળતા અને આગામી નવા વર્ષ 2026 માં સકારાત્મક ઉર્જા સાથે પ્રવેશતી વખતે, ‘રેડલાઇન ન્યૂઝ’ ન્યૂઝ પોર્ટલના સમસ્ત પરિવાર તરફથી આપ સૌ વાચકો, શુભેચ્છકો અને નાગરિકોને નૂતન વર્ષની અસંખ્ય શુભકામનાઓ. આપનું આ નવું વર્ષ આરોગ્યપ્રદ, આનંદમય અને ઉત્સાહભર્યું રહે એવી હાર્દિક પ્રાર્થના.

ગયા વર્ષ દરમિયાન આપ સૌ તરફથી અમને જે અપાર પ્રેમ, વિશ્વાસ અને સાથ-સહકાર મળ્યો છે, તે જ અમારી સૌથી મોટી તાકાત છે. ‘રેડલાઇન ન્યૂઝ’ હંમેશાં તથ્યો આધારિત, સાચા અને નિડર સમાચારો આપના સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ રહ્યું છે. સમાજમાં બનતી દરેક મહત્વની ઘટનાઓ અને જાગૃતિ લાવવાના આપણા આ સહિયારા પ્રયાણણમાં આપનો ભરોસો અમારા માટે હંમેશાં પ્રેરણારૂપ રહ્યો છે.

આગામી નવું વર્ષ આપણા સૌના જીવનમાં નવી આશાઓ, નવા લક્ષ્યો અને સફળતાના નવા શિખરો સર કરવાના અવસરો લઈને આવે. ચાલો, આ નવા વર્ષે સંકલ્પ કરીએ કે આપણે સૌ સાથે મળીને સત્ય અને સચોટ માહિતીના માર્ગ પર આગળ વધીશું.

આપનું અને આપના પરિવારનું દરેક ક્ષણ ખુશીઓથી મહેકી ઉઠે અને પ્રગતિના પંથે આપ સતત આગળ વધો, એ જ શુભકામનાઓ સાથે...

સૌને સાલ મુબારક! નૂતન વર્ષાભિનંદન!

- ટીમ 'રેડલાઇન ન્યૂઝ'