અધ્યાત્મિક સ્વસ્તિકનું કેન્દ્ર ઓમકાર છે.

ઓમકાર પરમાત્માની પરમ વિભૂતિ છે.

ઓમકાર સ્વસ્તિકનો પર્યાય છે.

ઓમકાર નિર્ગુણ-નિરાકાર છે,સ્વસ્તિક સગુણ સાકાર રૂપ છે.

-----------------------------------------------------------------

મધ્ય પ્રદેશનાં વિખ્યાત જ્યોતિર્લિંગની પરમ પાવન ભૂમિ પર ગુરુવારે છઠ્ઠા દિવસની કથાયાત્રા પહોંચી ત્યારે બાપુએ કહ્યું કે પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા છે એ રોજ (ટ્રેઇન સમય પત્રક ખોરવાતું રહે છે) અનુભવીએ છીએ.પણ સૌ આવું કઠીન કાર્ય કરે છે એની પ્રસન્નતા છે.

અહીં આદિ શંકરાચાર્યજીને પોતાનાં ગુરુ ગોવિંદ પાદ મળ્યા.સ્વયં વેદાંતી છે.બહાનું તો એવું છે કે એક વૃદ્ધ બ્રાહ્મણ વ્યાકરણ બનાવે છે ત્યારે શંકરાચાર્ય કહે છે કે ક્યાં સુધી વ્યાકરણ રચતો રહીશ! હવે ગોવિંદને ભજ! પણ આ વિચારો પોતાના ગુરુને ભજવા તરફ હતો અને ભજ ગોવિંદમ્ સ્તોત્ર પોતાની ગુરુની સ્મૃતિમાં લખ્યું.આપણી સનાતન પરંપરામાં સાંકેતિક ભાષામાં સ્પષ્ટ નામ ન આપે અને ગુરુ મહિમાનું સ્થાપન કરાય છે.

ઓમકાર સ્વસ્તિકનો પર્યાય છે.ઓમકાર નિર્ગુણ છે, નિરાકાર છે.સ્વસ્તિક સગુણ,સાકાર રૂપ છે.

આજે સ્કંદમાતાનું છઠ્ઠું નોરતું

અધ્યાત્મિક સ્વસ્તિકનું કેન્દ્ર ઓમકાર છે.ઓમકાર પરમાત્માની પરમ વિભૂતિ છે.

તૈતરીય ઉપનિષદનાં પ્રાર્થના મંત્રનું ગાન થયું.

ॐ शं नो मित्रः शं वरुणः।शं नो भवत्वर्यमा।

शं न इंद्रो बृहस्पतिः।शं नो विष्णुरुक्रमः।

नमो ब्रह्मणे। नमस्ते वायो।

त्वमेव प्रत्यक्षं ब्रह्मासि।

त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि।

ऋतं वदिष्यामि।सत्यं वदिष्यामि।

तन्मामवतु।तद्वक्तारमवतु।

अवतु माम्।अवतु वक्तारम्॥

ॐ शान्तिः शान्तिः शान्तिः॥

અહીં સૂર્ય,વરુણ વગેરે દેવતાઓને ઋષિ પ્રાર્થના કરે છે કે શુભ કરો,અમારું મંગલ કરો.

આપણે ત્યાં ઘણી વસ્તુમાં નવ-નવ દેખાય છે.

ઓશોએ કહેલું:નાથ પરંપરામાં જેટલી ધ્યાન પદ્ધતિઓ છે એટલી કદાચ બીજે ક્યાંય નહીં મળે. ભારતનો નાથ જ નવનાથ છે.નવમી તિથિ,રંગ નવ, નવખંડ,નવધા ભક્તિ,નવનિધિ.એ જ રીતે નવ નાદ છે.નવ નાદમાં પહેલો નાદ ઓમકાર છે.પ્રણવનો, ઓમકારનો નાદ.એ જ રીતે શંખનાદ,વેણુનાદ,સિંહ નાદ,મેઘનાદ,ડમરુ નાદ,સમીર-વાયુ નાદ,વરુણ નાદ, બુંદવંશ અને નાદવંશ,તો એ વંશનાદ.

અભિમાનથી ઓછો ખરાબ શબ્દ સ્વાભિમાન, અસ્મિતા પણ એવો જ શબ્દ.પણ ખુમારી શબ્દ મહત્વનો છે.ખુમારી રાખવી હોય,ખુમારી પચાવવી-બચાવવી હોય તો થોડીક સંપત્તિ જરૂરી છે થોડીક સંપન્નતા હોય તે ગુનો કે પાપ નથી.

ગુરુની શિક્ષા,દીક્ષા પછી ભિક્ષાનો અધિકાર મળે છે. આરોગ્ય જરૂરી છે,તો જ ખુમારીથી જીવી શકાય. સારા સંતાનની ખુમારી,નામની ખુમારી,પોતાના ઇષ્ટ ગ્રંથની ખુમારી અને પોતાના ગુરુની ખુમારી.

ઓમકાર કલ્યાણકારી જ છે .જગતની ઘણી ધર્મ પરંપરાએ ઓમકારનો સ્વીકાર અલગ અલગ રીતે કર્યો છે.કોઈએ આમીનના રૂપમાં સ્વીકાર્યું છે.

ભારત રત્ન મદનમોહન માલવીયજીએ ઓમકારની વ્યાખ્યા કરતી વખતે અ-ઉ-મ અને અર્ધચંદ્ર બિંદી વિશે કહ્યું:અ-અમારત્વની પ્રાપ્તિ.ઉ-ઉન્મની દશાની પ્રાપ્તિ.મ-મહદ આકાશની પ્રાપ્તિ.અર્ધ ચંદ્રબિંદી એ મધ્યનો સંકેત કરે છે.

શિવ પાર્વતીને ધન્યવાદ કરીને રામ અવતારનાં કારણોની ચર્ચા માંડે છે.

નિતાંત સમાધાન સાધુ વગર કોઈ ન આપી શકે.

પાંચ કારણો સંક્ષિપ્તમાં બતાવી આજની કથાને તીર્થભૂમિને સમર્પિત કરાઇ.

કથા-વિશેષ:

સાતમો મુકામ જ્યાં છે એ ઐતિહાસિક ઝાંસીની ઝાંખી:

ખૂબ લડી મર્દાની થી,વો ઝાંસી વાલી રાની થી.

ઝાંસી-ઉત્તર પ્રદેશ રાજ્યનો 

ઐતિહાસિક જિલ્લો છેબુંદેલખંડ પ્રદેશનું મુખ્ય શહેર છે. (તે મધ્ય પ્રદેશમાં નથી,પરંતુ ઉત્તર પ્રદેશનો ભાગ છે,જો કે તેની સરહદો મધ્ય પ્રદેશ સાથે છે).

પ્રાચીન સમયમાં ઝાંસી વિસ્તાર 'બળવંત નગર' તરીકે જાણીતો હતો,તે ચંદેલ રાજાઓ હેઠળ હતો.

ઓરછાનાં રાજા વીરસિંહ બુદેલાએ ૧૬૧૩માં બંગરા નામની પહાડીઓ પર ઝાંસીનાં કિલ્લાની સ્થાપના કરી.પહાડી પર કિલ્લાની ધૂંધળી છાંયાનાં કારણે ઝાંખી-ઝાંસી નામ પડ્યું.

મરાઠા સામ્રાજ્યનો પ્રભાવ:(૧૮મી સદી): ૧૭૨૯માં પેશ્વા બાજીરાવ પ્રથમે બુંદેલખંડના રાજા છત્રસાલનેમદદ કરી,પછી આ પ્રદેશ મરાઠાઓનાં નિયંત્રણમાં આવ્યો.બાદમાં નવલકર પરિવારે અહીં શાસન કર્યું.

રાણી લક્ષ્મીબાઈ અને ૧૮૫૭ની ક્રાંતિ:૧૮૪૨માં

ઝાંસીનાં રાજા ગંગાધર રાવે મણિકર્ણિકા

(રાણી લક્ષ્મીબાઈ) સાથે લગ્ન કર્યા.૧૮૫૩માં રાજા ગંગાધર રાવના

મૃત્યુ પછી,અંગ્રેજોએ 'વિરામના સિદ્ધાંત' હેઠળ ઝાંસીને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવવાનો પ્રયાસ કર્યો.આ પછી રાણી લક્ષ્મીબાઈએ ૧૮૫૭-૧૮૫૮નાં સ્વતંત્રતા સંગ્રામમાં અંગ્રેજો સામે વીરતાપૂર્વક ઝાંસીને નેતૃત્વ કર્યું અને પોતાનું બલિદાન આપ્યું.

ઉત્તર પ્રદેશનાં બુંદેલખંડ ક્ષેત્રમાં સ્થિત ઝાંસીનો

ઇતિહાસ ખૂબ જ પ્રાચીન,સમૃદ્ધ અને બહાદુરીથી ભરેલો છે.

નેવલકર પરિવરનાં સમયમાં

મહાલક્ષ્મી મંદિર,રઘુનાથ મંદિર અને રાણી મહેલનું નિર્માણ થયું.

બ્રિટિશ સંધિ(૧૮૦૩)પછી ઝાંસી પર અંગ્રેજોનો પ્રભાવ વધ્યો, ૧૮૦૪થી તે બ્રિટિશ શાસન હેઠળ

સ્વતંત્ર રજવાડા તરીકે મરાઠા રાજવંશ હેઠળ હતું.૧૮૫૩માં રાજા

ગંગાધર રાવનાં મૃત્યુ પછી બ્રિટિશ ગવર્નર-જનરલ લોર્ડ ડેલહાઉસીએઝાંસી રાજ્યને 'હડપ નીતી' હેઠળ અંગ્રેજી સામ્રાજ્યમાં ભેળવી દીધું.મણિકર્ણિકા (રાણી લક્ષ્મીબાઇ)એ ૧૮૫૭નાં પ્રથમ ભારતીય સ્વતંત્રતા યુદ્ધમાં ઝાંસીની કમાન

સંભાળી અને અંગ્રેજો સામે સખત લડત આપી.

૧૮ જૂન ૧૮૫૮માં ગ્વાલિયર પાસે,કોટાની સરાયમાં અંગ્રેજો સામે લડતા રાણી લક્ષ્મીબાઇ વીરગતિ પામ્યા.

૧૮૬૧માં ઝાંસીનાં અમુક ભાગને સિંધિયા શાસકોને સોંપાયો,૧૮૮૬માં અંગ્રેજોએ એ પાછો લઇ લીધો.

આજે ઝાંસી ઉ.પ્ર.નું મુખ્ય કેન્દ્ર તેમજ બુંદેલખંડનું મોટું ઔદ્યોગિક અને શૈક્ષણિક કેન્દ્ર છે.