અમદાવાદ, ગુજરાત | ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ | બિહારનાં વૈશાલી જીલ્લામાં રાધોપુર ગામ પાસે એક દુઃખદ ઘટના બની હતી જેમાં પ્રાપ્ત માહિતી મુજબ ૧૩ બાળકોનાં મોત નિપજયા છે. આ કરુણ ઘટનામાં વિગતો મળી છે તે પ્રમાણે એક જ પરિવારના સભ્યો બોટમાં બેસીને ભોજન સમારંભ માં ભાગ લેવા ગયા હતા તે દરમિયાન ગંગા નદીમાં બોટ પલટી જતાં રામ પ્રવેશ રાય પરિવારનાં ૧૩ સભ્યો મોતને ભેટ્યાં હતાં. એક જ પરિવારના ૧૩ સભ્યોનાં મોતને કારણે પરિવાર પર આભ તુટી પડ્યું હતું.

પૂજ્ય મોરારીબાપુ હાલમાં ભારત સ્વસ્તિક યાત્રા પર છે જે દરમિયાન તેમને આ દુઃખદ ઘટના બની તેની વિગતો પ્રાપ્ત થઈ હતી. પૂજ્ય બાપુએ આ કરુણાંતિકા સર્જાઇ છે તેના હતભાગી લોકોનાં પરિવારને રુપિયા ૨,૦૦,૦૦૦ (બે લાખ ની) સહાયતા રાશિ અર્પણ કરી છે જે રામકથાના મુંબઈ સ્થિત શ્રોતા દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડ પહોંચાડવામાં આવશે. પૂજ્ય બાપુએ હનુમાનજીનાં ચરણોમાં સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને દિલસોજી પાઠવી છે.






Discussion
LIVELoading comments...