વ્યસનમુક્તિ-માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્ય કરતું આ સંપૂર્ણ અને પરિવાર-કેન્દ્રિત મોડેલ ગુજરાત અને દેશ માટે પ્રેરણાદાયી ઉદાહરણ - બીજલ પંડ્યા
અમદાવાદ, ગુજરાત | ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૬ | અમદાવાદનાં અગ્રણી સાયકોલોજિસ્ટ અને છેલ્લા એક દાયકાથી વધુ સમયથી માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કાર્યરત બીજલ પંડ્યાએ તાજેતરમાં પંચમહાલ જિલ્લાના જંબુઘોડા નજીક આવેલા આલ્ફા હિલિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. સાયકોથેરાપી, હિપ્નોથેરાપી અને સોફ્ટ સ્કિલ્સ તાલીમ ક્ષેત્રે નિષ્ણાત ગણાતાં એવા બીજલ પંડ્યાએ આ મુલાકાત દરમિયાન કેન્દ્રની સારવાર પદ્ધતિ અને પુનર્વસન પ્રવૃત્તિઓ અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી.
20 એકરમાં ફેલાયેલા ખાનગી કેમ્પસ પર આવેલું આલ્ફા હિલિંગ સેન્ટરની વિશેષતાઓ એ છે કે, આ સેન્ટર દારૂ તથા નશીલા દ્રવ્યો તેમજ અન્ય પ્રકારના વ્યસનો ઉપરાંત ડિપ્રેશન, ટ્રોમા, ઓસીડી અને બાયપોલર ડિસઓર્ડર જેવી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે સંપૂર્ણ અને વૈજ્ઞાનિક આધારિત સારવાર પૂરી પાડે છે. આ સિવાય કેન્દ્ર આઈએસઓ પ્રમાણિત છે. આ કેન્દ્ર ફોર્ટિસ ગ્રુપની આદાયુ સાથે ક્લિનિકલ ગવર્નન્સ ધરાવે છે અને ચોવીસે કલાક માનસિક રોગ નિષ્ણાતની દેખરેખ તથા છ દર્દી દીઠ એક સ્ટાફની સુવિધા સાથે કાર્યરત છે.
મુલાકાત દરમિયાન બીજલ પંડ્યાએ મનોચિકિત્સકો, ક્લિનિકલ મનોવિજ્ઞાનીઓ, ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, એક્સપ્રેસિવ આર્ટ અને મ્યુઝિક થેરાપિસ્ટ તથા યોગ શિક્ષકોની બનેલી ટીમ સાથે સંવાદ કર્યો હતો અને આરટીએમએસ તથા વીઆર આધારિત થેરાપી જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે યોગ, ધ્યાન, માઇન્ડફુલનેસ તથા ફેમિલી થેરાપી જેવા સંપૂર્ણ પુનર્વસન કાર્યક્રમો અંગે પણ વિગતવાર માહિતી મેળવી હતી.
આ પ્રસંગે બીજલ પંડ્યાએ જણાવ્યું હતું કે, "આલ્ફા હિલિંગ સેન્ટરની ટીમનો સમર્પણભાવ અને દર્દી પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ ખરેખર પ્રશંસનીય છે. વ્યસનમુક્તિ અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે આટલું સંપૂર્ણ અને પરિવાર-કેન્દ્રિત મોડેલ ગુજરાત તેમજ સમગ્ર દેશ માટે એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે."
મુલાકાતના અંતે તેમણે કેન્દ્રના સીઈઓ શ્રી વિજયભાઈ પટેલ તથા કેન્દ્રની સમગ્ર ટીમની કામગીરીની હૃદયપૂર્વક પ્રશંસા કરી હતી.










Discussion
LIVELoading comments...