—સતત ત્રીજા ત્રિમાસિક ગાળામાં EBITDA માર્જિન 21%થી ઉપર યથાવત્; પ્રથમ છમાસિક ગાળામાં (H1FY27) કર બાદનો નફો (PAT) 72.2% વધીને ₹22.9 કરોડ થયો

મુંબઈ | ૦૩ નવેમ્બર ૨૦૨૬ | વૈશ્વિક સ્તરે AI આધારિત જાહેરાત અને ગ્રાહક વૃદ્ધિ ટેક્નોલોજી ક્ષેત્રે કાર્યરત કંપની મોબએવન્યુ એઆઈ ટેક લિમિટેડ (BSE: 539682)એ આજે 30 સપ્ટેમ્બર 2026ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિક ગાળા અને છમાસિક ગાળાનાં તેના એકીકૃત નાણાકીય પરિણામોની જાહેરાત કરી.

નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ છમાસિક ગાળામાં (H1FY27) કંપનીની આવક ₹100.7 કરોડથી વધીને ₹149.6 કરોડ થઈ, જે 48.6%ની વૃદ્ધિ દર્શાવે છે. આ જ સમયગાળા દરમિયાન EBITDA ₹19.8 કરોડથી વધીને ₹31.6 કરોડ (59.6% વૃદ્ધિ) અને કર બાદનો નફો (PAT) ₹13.3 કરોડથી વધીને ₹22.9 કરોડ (72.2% વૃદ્ધિ) થયો.

છમાસિક ગાળા દરમિયાન EBITDA માર્જિનમાં 140 બેસિસ પોઇન્ટનો સુધારો થયો અને તે 21.1% રહ્યો, જ્યારે PAT માર્જિન 210 બેસિસ પોઇન્ટ વધીને 15.3% થયું. કંપનીએ તેના એસેટ-લાઇટ અને પરિણામ આધારિત બિઝનેસ મોડલના આધારે નફાકારકતા સાથે વ્યવસાયનો વિસ્તાર ચાલુ રાખ્યો.

Q2FY27માં કામગીરીમાંથી થતી આવક વાર્ષિક ધોરણે 41.3% વધીને ₹54.3 કરોડથી ₹76.7 કરોડ થઈ. EBITDA 47.3% વધીને ₹11 કરોડથી ₹16.2 કરોડ થયું, જ્યારે EBITDA માર્જિન 21.1% નોંધાયું. બીજી તરફ, કર બાદનો નફો (PAT) 54.8% વધીને ₹7.3 કરોડથી ₹11.3 કરોડ થયો.

કંપનીનું એકંદર નાણાકીય પ્રદર્શન

વિગત (₹ કરોડમાં)

Q2FY27

Q2FY26

વાર્ષિક વૃદ્ધિ

H1FY27

H1FY26

વાર્ષિક વૃદ્ધિ

કામગીરીમાંથી આવક

76.7

54.3

41.3%

149.6

100.7

48.6%

EBITDA

16.2

11.0

47.3%

31.6

19.8

59.6%

EBITDA માર્જિન (%)

21.1%

20.3%

80 bps

21.1%

19.7%

140 bps

કર પૂર્વેનો નફો (PBT)

15.5

10.3

50.5%

31.0

18.7

65.8%

કર બાદનો નફો (PAT)

11.3

7.3

54.8%

22.9

13.3

72.2%

PAT માર્જિન (%)

14.7%

13.4%

130 bps

15.3%

13.2%

210 bps

તમામ આંકડા અનઓડિટેડ અને એકીકૃત છે. માર્જિનમાં વાર્ષિક વૃદ્ધિ બેસિસ પોઇન્ટ (bps)માં દર્શાવવામાં આવી છે.

ક્વિક કોમર્સ, બેંકિંગ, નાણાકીય સેવાઓ (BFSI), ફિનટેક, સુપરએપ, મનોરંજન, પ્રવાસન અને કોમર્સ જેવા ક્ષેત્રોના સીધા જાહેરાતકર્તાઓ તરફથી મળેલી મજબૂત માંગ તેમજ નવા ગ્રાહકોના યોગદાનથી કંપનીની વૃદ્ધિને વેગ મળ્યો. Q2FY27ની કુલ આવકમાં સીધા ગ્રાહકોનો હિસ્સો 64.7% રહ્યો, જ્યારે H1FY27માં તે 65% હતો.

કંપનીએ ભૌગોલિક વિસ્તરણને પણ વધુ મજબૂત બનાવ્યું છે. Q2FY27માં આંતરરાષ્ટ્રીય બજારોમાંથી મળેલી આવકનો હિસ્સો 23.8% રહ્યો, જે Q1FY27ના 20.7% કરતાં વધુ છે. આમ, H1FY27માં કંપનીની કુલ આવકમાં આંતરરાષ્ટ્રીય બજારોનો ફાળો 22.3% અને ભારતનો ફાળો 77.7% રહ્યો.

પરિણામો અંગે વાત કરતાં મોબએવન્યુ એઆઈ ટેક લિમિટેડના સ્થાપક, મેનેજિંગ ડિરેક્ટર અને CEO ઇશાંક જોશીએ જણાવ્યું: “Q2FY27માં અમે અમારી વૃદ્ધિની ગતિ જાળવી રાખી છે. વાર્ષિક ધોરણે આવકમાં 41%, EBITDAમાં 47% અને PATમાં 55%ની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન EBITDA માર્જિન 20%થી ઉપર રહ્યું. પ્રથમ છમાસિક ગાળામાં (H1FY27) આવકમાં લગભગ 49% અને નફામાં 72%થી વધુની વૃદ્ધિ અમારી નફાકારક વૃદ્ધિ પરના સતત ધ્યાનને દર્શાવે છે.

અમારા માટે વૃદ્ધિની ગુણવત્તા મહત્ત્વપૂર્ણ છે, પરંતુ તેની સાથે દરેક પરિણામ દ્વારા ગ્રાહકોને મળતું મૂલ્ય વધારવા પર પણ અમે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એક વર્ષ પહેલાંની સરખામણીમાં હવે અમે દરેક પરિણામ દીઠ લગભગ 10% વધુ આવક મેળવી રહ્યા છીએ.

Q2FY27માં અમારી કુલ આવકમાં આંતરરાષ્ટ્રીય બજારોનો ફાળો વધીને 23.8% થયો છે, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં 12.3% હતો. હાલમાં અમે 13 દેશોમાં ગ્રાહકોને સેવાઓ પૂરી પાડી રહ્યા છીએ. દક્ષિણ-પૂર્વ એશિયામાં સિંગાપોરને પ્રાદેશિક કેન્દ્ર બનાવીને અમે અમેરિકા સહિત ઊભરતાં અને વિકસિત બજારોમાં અમારી ટીમોનો વિસ્તાર કરી રહ્યા છીએ. સાથે જ, વૃદ્ધિને ટેકો આપવા માટે ભારતમાં અમારા ટેક્નોલોજી ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC)ને પણ મજબૂત બનાવી રહ્યા છીએ.

મોબએવન્યુને વૈશ્વિક AI આધારિત જાહેરાત અને ગ્રાહક વૃદ્ધિ પ્લેટફોર્મ તરીકે વિકસાવવાની દિશામાં અમારી પ્રાથમિકતાઓ સ્પષ્ટ છે—નફાકારક વૃદ્ધિ, શિસ્તબદ્ધ અમલીકરણ અને અમારા શેરધારકો, ગ્રાહકો તથા ભાગીદારો માટે લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવું.”

વ્યવસાયનો વિસ્તાર

  • ગ્રાહક પરિણામો (Outcomes): Q2માં કંપનીએ એપ ઇન્સ્ટોલ, ખરીદી અને સાઇન-અપ જેવી અંદાજે 5 કરોડ ગ્રાહક પ્રવૃત્તિઓ પૂર્ણ કરી, જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીએ 52.3% વધુ છે.

  • પ્રતિ પરિણામ આવક (Revenue Per Outcome): તેમાં વાર્ષિક ધોરણે 4%ની વૃદ્ધિ નોંધાઈ. આ દર્શાવે છે કે કંપની માત્ર વધુ પરિણામો જ નથી આપી રહી, પરંતુ દરેક પરિણામમાંથી વધુ આવક પણ મેળવી રહી છે.

  • ટેક્નોલોજી પ્લેટફોર્મ: કંપનીનું પ્લેટફોર્મ દરરોજ અંદાજે 4 અબજ સિગ્નલ્સ પ્રોસેસ કરે છે અને 15 મિલિસેકન્ડથી પણ ઓછા સમયમાં બિડ અંગેના નિર્ણયો લે છે.

  • વૈશ્વિક પહોંચ: કંપનીની પહોંચ દુનિયાભરમાં અંદાજે 270 કરોડ ડિવાઇસ સુધી છે. 13 દેશોમાં 170 બ્રાન્ડ્સને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. કંપનીમાં 200થી વધુ કર્મચારીઓની ટીમ કાર્યરત છે.

વ્યવસાય સંબંધિત મુખ્ય સિદ્ધિઓ અને યોજનાઓ

વૈશ્વિક વિસ્તરણ: કંપનીનો વ્યવસાય હવે 13 દેશો સુધી પહોંચ્યો છે. દક્ષિણ-પૂર્વ એશિયા માટે સિંગાપોરની ઓફિસ પ્રાદેશિક કેન્દ્ર તરીકે કાર્ય કરે છે. ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં પણ કંપનીએ કામગીરી શરૂ કરી છે.

અમેરિકામાં નેતૃત્વ: કંપનીએ એરિક લિન્ડની અમેરિકાના કન્ટ્રી હેડ તરીકે નિમણૂક કરી છે. તેમને એડટેક અને ગ્રાહક વૃદ્ધિના ક્ષેત્રમાં 20 વર્ષથી વધુનો અનુભવ છે.

PiiX: કંપનીનું AI આધારિત Apple Ads પ્લેટફોર્મ લોન્ચ થયા પછીથી કાર્યરત છે. તેમાં હવે કીવર્ડ્સ અને સ્પર્ધક કંપનીઓ સંબંધિત માહિતી, AI આધારિત બિડ ઑપ્ટિમાઇઝેશન અને કસ્ટમ પ્રોડક્ટ પેજ ઇન્ટેલિજન્સ જેવી નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.

મોબએવન્યુ ન્યુરલ એન્જિન: કંપનીનાં વિવિધ પ્લેટફોર્મ હવે એક સામાન્ય AI ઇન્ટેલિજન્સ લેયર દ્વારા ઝડપથી એકબીજા સાથે જોડાઈ રહ્યાં છે. તેનાથી ગ્રાહકોને A3 ફ્રેમવર્ક હેઠળ જાગૃતિ (Awareness), ગ્રાહક સંપાદન (Acquisition) અને ગ્રાહક સક્રિયતા (Activation) એમ ત્રણેય સ્તરે માપી શકાય તેવા વ્યવસાયિક પરિણામો મેળવવામાં મદદ મળે છે.

ઉદ્યોગ જગતમાં ઓળખ: કંપનીને વિવિધ શ્રેણીઓમાં સન્માનિત કરવામાં આવી છે. તેમાં એજન્સી રિપોર્ટર દ્વારા 'બેસ્ટ DSP ઑફ ધ યર, ઇન્ડિયા', એડગલી દ્વારા 'આઉટસ્ટેન્ડિંગ અચીવમેન્ટ ઇન AI-પાવર્ડ પ્રોગ્રામેટિક એક્સેલન્સ' અને e4m દ્વારા 'બેસ્ટ AI-ડ્રિવન મીડિયા સ્ટ્રેટેજી એન્ડ ઑપ્ટિમાઇઝેશન' પુરસ્કારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીએ સાન ફ્રાન્સિસ્કોમાં યોજાયેલી એપ ગ્રોથ સમિટ સાથે પણ ભાગીદારી કરી છે.

સંપૂર્ણ માલિકીની પેટાકંપનીનું વિલીનીકરણ: કંપનીએ તેની સંપૂર્ણ માલિકીની ભારતીય પેટાકંપનીનું મોબએવન્યુ એઆઈ ટેક લિમિટેડમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. તેનો હેતુ ભારતીય કામગીરીને એક જ એકમ હેઠળ લાવી કોર્પોરેટ માળખાને સરળ બનાવવાનો અને કામગીરીની કાર્યક્ષમતામાં સુધારો કરવાનો છે. આ પ્રક્રિયા જરૂરી મંજૂરીઓને આધીન છે.