દેશની અગ્રણી ઇન્ટિગ્રેટેડ મલ્ટિમોડલ લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇન સોલ્યુશન્સ પ્રદાતા ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (ટીસીઆઈ)એ આજે 30 સપ્ટેમ્બર 2026ના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને છ માસિક ગાળાનાં નાણાકીય પરિણામો જાહેર કર્યાં હતાં.
Q2/FY2027ની નાણાકીય મુખ્ય વિગતો:
આવક: ટીસીઆઈએ ₹13,979 મિલિયનની કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે, જે ગત વર્ષના સમાન ગાળાના ₹12,174 મિલિયનની સરખામણીએ 14.8%ની વૃદ્ધિ દર્શાવે છે.
એબિટડા: કંપનીની વ્યાજ, કરવેરા, ઘસારા અને એમોર્ટાઇઝેશન પહેલાંની કમાણી (એબિટડા) ₹1,759 મિલિયન રહી છે, જે Q2/FY2026ના ₹1,624 મિલિયનની સરખામણીએ 8.3% વધુ છે.
કરવેરા બાદ નફો (પીએટી): કરવેરા બાદનો નફો 3% વધીને ₹1,169 મિલિયન થયો છે, જ્યારે ગત વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં તે ₹1,135 મિલિયન હતો.
કોન્સોલિડેટેડ
સ્ટેન્ડઅલોન
કામગીરીની મુખ્ય વિગતો: Q2/FY2027 વિરુદ્ધ
Q2/FY2026 કોન્સોલિડેટેડ (₹ મિલિયનમાં)
કામગીરીની મુખ્ય વિગતો: Q2/FY2027 વિરુદ્ધ
Q2/FY2026 સ્ટેન્ડઅલોન (₹ મિલિયનમાં)
વિગત
30.09.2026
30.09.2025
વૃદ્ધિ %
વિગત
30.09.2026
30.09.2025
વૃદ્ધિ %
આવક
13,979
12,174
14.8%
આવક
11,964
10,652
12.3%
એબિટડા
1,759
1,624
8.3%
એબિટડા
1,429
1,303
9.7%
કરવેરા બાદ નફો
1,169
1,135
3.0%
કરવેરા બાદ નફો
917
878
4.4%
કોન્સોલિડેટેડ

સ્ટેન્ડઅલોન
કામગીરીની મુખ્ય વિગતો: 6M/FY2027 વિરુદ્ધ
6M/FY2026 કોન્સોલિડેટેડ (₹ મિલિયનમાં)
કામગીરીની મુખ્ય વિગતો: 6M/FY2027 વિરુદ્ધ
6M/FY2026 સ્ટેન્ડઅલોન (₹ મિલિયનમાં)
વિગત
30.09.2026
30.09.2025
વૃદ્ધિ %
વિગત
30.09.2026
30.09.2025
વૃદ્ધિ %
આવક
26,527
23,680
12.0%
આવક
23,080
20,990
10.0%
એબિટડા
3,358
3,144
6.8%
એબિટડા
3,084
2,932
5.2%
કરવેરા બાદ નફો
2,235
2,207
1.3%
કરવેરા બાદ નફો
2,115
2,120
-0.2%
મેનેજમેન્ટની ટિપ્પણી
ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વિનીત અગ્રવાલે જણાવ્યું હતું કે, “ભારતમાં વપરાશ અને વેપારનો પ્રવાહ વિસ્તરી રહ્યો છે ત્યારે રોડ, રેલ, દરિયાકાંઠા પરિવહન, વેરહાઉસિંગ અને ટેક્નોલોજી આધારિત ટીસીઆઈનું ઇન્ટિગ્રેટેડ મોડલ સતત પોતાની તાકાત પુરવાર કરી રહ્યું છે. વૈવિધ્યસભર પોર્ટફોલિયો, ગ્રાહકો સાથેના ગાઢ સંબંધો અને મોટા પાયે વિશ્વસનીય, ટેક્નોલોજી આધારિત સપ્લાય ચેઇન સોલ્યુશન્સ ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો મુજબ સેવા આપવામાં અમને મદદરૂપ થઈ રહ્યાં છે.
3PL, વેરહાઉસિંગ અને મલ્ટિમોડલ લોજિસ્ટિક્સમાં અમે સારી ગતિ જોઈ રહ્યા છીએ, જ્યાં રેલ, રોડ અને દરિયાકાંઠાનું પરિવહન લાંબા અંતરની માલવાહતુકને કાર્યક્ષમ અને ઓછા ઉત્સર્જનવાળી બનાવી રહ્યું છે. વેરહાઉસ અને હબનું અમારું વિસ્તરતું નેટવર્ક ઇ-કોમર્સ, ક્વિક કોમર્સ અને ઓમ્ની-ચેનલ રિટેલ જેવાં ઝડપથી વિકસતાં ક્ષેત્રો માટે અમને મજબૂત સ્થિતિમાં મૂકે છે.
ટેક્નોલોજી અમારી વૃદ્ધિના કેન્દ્રમાં છે. યુલિપ (ULIP) આધારિત ડિજિટલ ઇન્ટિગ્રેશન દ્વારા અમે ગ્રાહકોને રિયલ-ટાઇમ વિઝિબિલિટી અને ડેટા આધારિત સપ્લાય ચેઇન સોલ્યુશન્સ આપી રહ્યા છીએ. સાથે જ સેવાની ગુણવત્તા, એસેટ ઉત્પાદકતા અને ખર્ચ કાર્યક્ષમતા સુધારવા માટે એઆઈ આધારિત અનુમાન, રૂટ ઓપ્ટિમાઇઝેશન અને ઓટોમેશનનો વ્યાપ વધારી રહ્યા છીએ.
વપરાશ આધારિત ક્ષેત્રોમાં તહેવારોની સિઝનની માંગ જોર પકડી રહી છે ત્યારે આગામી ત્રિમાસિક ગાળાઓ માટે અમે સકારાત્મક ચિત્ર જોઈ રહ્યા છીએ. ગ્રાહકો અને હિતધારકો માટે લાંબા ગાળાનું મૂલ્ય સર્જવા ટીસીઆઈ મલ્ટિમોડલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ ક્ષમતાઓ અને ગ્રીન લોજિસ્ટિક્સમાં રોકાણ ચાલુ રાખશે.”






Discussion
LIVELoading comments...