નવી દિલ્હી | ૯ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની સાર્વભૌમ એઆઈ ક્લાઉડ સેવા પ્રદાતા કંપની 'ભારતક્લાઉડ' એ ઉત્તર અમેરિકા અને ભારતમાં કાર્યરત એઆઈ -આધારિત ટેકનોલોજી કંપની 'આઈબેન્ટોસ' સાથે ભવિષ્યની બ્રાન્ડ માર્કેટિંગ પહલકદમીઓ અને ઇવેન્ટ ટેકનોલોજી માટે હાથ મિલાવ્યા છે.
ભારત-કેનેડા મિનિસ્ટ્રિયલ ડાયલોગ ઓન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટની 7મી આવૃત્તિના ભાગરૂપે યોજાયેલી ભારત-કેનેડા બિઝનેસ સમિટ દરમિયાન બંને વ્યાપારી સંસ્થાઓ વચ્ચે થયેલી ચર્ચા બાદ આ ભાગીદારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કરી હતી.આ ભાગીદારી આઈબેન્ટોસ ના એઆઈ-સંચાલિત પ્લેટફોર્મનો ઉપયોગ કરીને તેના બ્રાન્ડ માર્કેટિંગ, ઇવેન્ટ ટેક ક્ષમતાઓ અને ગ્રાહક જોડાણ ને મજબૂત કરવા માટે ભારતક્લાઉડની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ખાસ કરીને એવા સમયે આ ભાગીદારીનું મહત્વ વધી જાય છે જ્યારે ભારતના જીડીપી માં MSME નો ફાળો 31.1% છે.
માનનીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શ્રી પીયૂષ ગોયલે ઉમેર્યું, “મંત્રીઓએ માલ અને સેવાઓના દ્વિપક્ષીય વેપારમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી હતી, જે 2024માં $23.66 બિલિયન પર પહોંચી ગયો હતો, જેમાં મર્ચેન્ડાઇઝ વેપાર મૂલ્ય લગભગ $8.98 બિલિયન હતું, જે અગાઉના વર્ષ કરતાં 10% નો નોંધપાત્ર વધારો દર્શાવે છે. મંત્રીઓએ ભારત-કેનેડા આર્થિક ભાગીદારીની તાકાત અને સ્થિતિસ્થાપકતાની પુનઃપુષ્ટિ કરી હતી અને વેપાર તેમજ રોકાણ માટે નવી તકો ઊભી કરવા ખાનગી ક્ષેત્ર સાથે સતત જોડાણના મહત્વ પર ભાર મૂક્યો હતો.”
ભારતક્લાઉડ પોતાના બ્રાન્ડ માર્કેટિંગ ઝુંબેશોને મોટા પાયે કાર્યક્ષમ રીતે બનાવવા અને સંચાલિત કરવા માટે એઆઈ-સંચાલિત માર્કેટિંગ પ્લેટફોર્મ 'આઈબેન્ટોસ હાઇપ' નો પણ ઉપયોગ કરશે, સાથે જ પોતાના ગ્રાહકોને પણ આવી જ એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ ક્ષમતાઓથી સશક્ત બનાવવાની તકો શોધશે. આ સહયોગ પ્રેક્ષકોના જોડાણને સમૃદ્ધ બનાવવા અને ઇવેન્ટ મેનેજમેન્ટને વધુ બહેતર બનાવવા માટે એઆઈ-આધારિત ઇવેન્ટ અનુભવોના સહયોગી અમલીકરણ માટે પણ વિપુલ તકો લાવશે.
“ટેકનોલોજી ભાગીદારી અવારનવાર અર્થપૂર્ણ વાતચીતથી શરૂ થાય છે, અને આ ભાગીદારીની શરૂઆત પણ એ જ રીતે થઈ હતી. ઈન્ડિયા-કેનેડા બિઝનેસ મિશન દરમિયાન આઈબેન્ટોસ ની ટીમ સાથેની અમારી મુલાકાતોએ ઈનોવેશન અને ગ્રાહક સંતોષ પ્રત્યેના એક સમાન દ્રષ્ટિકોણને બહાર લાવવાનું કામ કર્યું.” ભારતક્લાઉડના સહ-સ્થાપક રાહુલ તક્કલ્લાપલ્લીએ જણાવ્યું, “જેમ ભારતક્લાઉડ વિવિધ બજારોમાં તેનો વિસ્તાર કરવાનું ચાલુ રાખશે, અમને એક એવા ટેકનોલોજી પાર્ટનરની જરૂર છે જે અમારા માર્કેટિંગ કેમ્પેઇન, ઇવેન્ટ્સ અને ડિજિટલ એન્ગેજમેન્ટમાં વધુ સ્માર્ટ અને ઇન્ટરેક્ટિવ અનુભવો લાવી શકે. અમે આ ભાગીદારીને અમારા ગ્રાહકો અને ભાગીદારોને વધુ સમૃદ્ધ ડિજિટલ અનુભવો આપવાના એક માધ્યમ તરીકે જોઈ રહ્યા છીએ.”
“ભારતીય વ્યાપારી પ્રતિનિધિમંડળના ભાગરૂપે કેનેડાની મુલાકાત દરમિયાન ભારતક્લાઉડ ના સ્થાપક અને સીઈઓ સાથેની મુલાકાતે અમારા વિઝન, ગ્રાહક આધાર અને ઈનોવેશન પ્રત્યેના અભિગમ વચ્ચે મજબૂત સમાનતા દર્શાવી હતી. ભારતીય વ્યવસાયો માટે ડિજિટલ માર્કેટિંગ અને બ્રાન્ડિંગમાં આઈબેન્ટોસ ના સ્થાપકોના એક દાયકાથી વધુના અનુભવ સાથે અમારા નવા એઆઈ-સંચાલિત માર્કેટિંગ પ્લેટફોર્મ ''આઈબેન્ટોસ હાઇપ' ની ક્ષમતાઓ મળીને, ભારતક્લાઉડ બ્રાન્ડને વધુ મજબૂત બનાવવાની અને તેના ગ્રાહકોને બુદ્ધિશાળી, સ્કેલેબલ અને ઓન-બ્રાન્ડ માર્કેટિંગ ઉકેલોથી સશક્ત બનાવવાની એક રોમાંચક તક અમે જોઈ રહ્યા છીએ,” આઈબેન્ટોસ ઇન્ક. ના સહ-સ્થાપક અને સીએમઓ જસપિંદર ભાટિયાએ જણાવ્યું હતું.
આઈબેન્ટોસે તેની ઇવેન્ટ ટેકનોલોજી સોલ્યુશન્સ દ્વારા 30થી વધુ દેશોમાં 3,000થી વધુ ઇવેન્ટ્સને સફળતાપૂર્વક સંચાલિત કરી છે. આ અનુભવના આધારે, કંપનીએ 'આઈબેન્ટોસ હાઇપ' લોન્ચ કર્યું છે, જે એક એઆઈ-સંચાલિત માર્કેટિંગ પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ બ્રાન્ડ્સને મોટા પાયે કાર્યક્ષમ રીતે પોતાની ઓન-બ્રાન્ડ માર્કેટિંગ ઝુંબેશો બનાવવા અને સંચાલિત કરવાની સુવિધા આપે છે. આ ભાગીદારી દ્વારા, બંને કંપનીઓ સુરક્ષિત અને એન્ટરપ્રાઇઝ-ગ્રેડ ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને આ ક્ષમતાઓને વધુ બહેતર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે.
ટેકનોલોજી એકીકરણથી આગળ વધીને, આ પરસ્પર જોડાણ સરહદ પાર ઈનોવેશન અને ડિજિટલ સહયોગની વધી રહેલી ગતિને પણ દર્શાવે છે. બંને સંસ્થાઓ એન્ટરપ્રાઇઝ ઇવેન્ટ ટેકનોલોજી, એઆઈ-સંચાલિત બ્રાન્ડ માર્કેટિંગ, એઆઈ અપનાવવા, વર્ચ્યુઅલ અનુભવો અને ભવિષ્ય-લક્ષી ટેકનોલોજી કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરતી પહેલોની તકો શોધવાનો ઇરાદો ધરાવે છે, જે ભારત અને કેનેડા વચ્ચેના વ્યવસાયો તેમજ ઈનોવેશન ઇકોસિસ્ટમને જોડવાનું કામ કરે છે.








Discussion
LIVELoading comments...