મર્યાદિત સમય માટે રાઇડર્સ પ્રથમ સવારી મફત મેળવી શકે છે

સુરેન્દ્રનગર | ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૬ | ભારતની અગ્રણી રાઇડ-હેલિંગ એપ ઉબરે આજે સુરેન્દ્રનગરમાં ઉબર બાઇકના શુભારંભની જાહેરાત કરી, જે શહેરમાં ફરવા માટે ઝડપી, પરવડે તેવો અને સુવિધાજનક માર્ગ લઈને આવી છે. કામ કે કૉલેજ જવાનું હોય, રોજિંદાં કામ પતાવવાનાં હોય કે મિત્રો અને પરિવારને મળવાનું હોય — રાઇડર્સ હવે ઉબર એપ દ્વારા થોડા જ ટૅપમાં બાઇક રાઇડ બુક કરી શકે છે, જ્યારે સ્થાનિક ડ્રાઇવરોને કમાણીની લવચીક તકો મળે છે.

શુભારંભની ઉજવણી નિમિત્તે, ઉબર સુરેન્દ્રનગરના તમામ નવા રાઇડર્સ માટે મર્યાદિત સમય સુધી પ્રથમ ઉબર બાઇક રાઇડ મફત આપી રહ્યું છે, જેથી તેઓ આ સેવાનો જાતે અનુભવ કરી શકે.

શુભારંભ પ્રસંગે, વઢવાણ વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ શહેરમાં ઉબર બાઇક સેવાઓનો ફ્લેગ-ઓફ કર્યો અને ઉબર બાઇક ડ્રાઇવરોને ISI-પ્રમાણિત હેલ્મેટ વિતરિત કર્યાં, જેનાથી જવાબદાર રાઇડિંગ અને માર્ગ સલામતીના મહત્ત્વ પર ભાર મૂકાયો.

વઢવાણ વિધાનસભા મતવિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું: "સુરેન્દ્રનગર માટે આ આનંદની વાત છે. ઉબર બાઇક અને ટૅક્સીની સેવા આજથી શરૂ થઈ રહી છે. નિર્ધારિત સમયે અને નિર્ધારિત સ્થળે પહોંચવા માટે ઉબરની આ સેવા સુરેન્દ્રનગર માટે ખૂબ જ આવકારદાયક છે. અન્ય શહેરોની જેમ અહીંના નાગરિકોને પણ તેનો લાભ મળશે અને તેમની મુસાફરી સરળ અને સુગમ બનશે."

ઉબર ઇન્ડિયા એન્ડ સાઉથ એશિયાના ડિરેક્ટર – કન્ઝ્યુમર એન્ડ ગ્રોથ, રિશાંત ઘોષએ જણાવ્યું: "સુરેન્દ્રનગરમાં ઉબર બાઇક લાવવી એ ભારતના વધુ ભાગોમાં, વધુ લોકો સુધી ઉબરની સુવિધા પહોંચાડવાના અમારા પ્રયાસનો ભાગ છે. બાઇક ટૅક્સી ટૂંકી, રોજિંદી મુસાફરી માટે ખાસ કરીને યોગ્ય છે — તે પરવડે તેવી છે, સરળતાથી ઉપલબ્ધ છે અને ફર્સ્ટ- અને લાસ્ટ-માઇલનું અંતર પૂરવામાં મદદ કરી શકે છે. અમે સુરેન્દ્રનગરના રાઇડર્સની સેવા કરવા માટે ઉત્સાહિત છીએ, સાથે જ સ્થાનિક ડ્રાઇવરોને ઉબર પ્લેટફોર્મ પર કમાણીનો વધુ એક લવચીક માર્ગ આપી રહ્યા છીએ."

દરેક ઉબર બાઇક ટ્રિપ અનેક ઇન-એપ સલામતી સુવિધાઓથી સુરક્ષિત છે, જેમાં રિયલ-ટાઇમ ડ્રાઇવર ID ચેક, ઇન-એપ SOS બટન, 24X7 સેફ્ટી લાઇન અને શેર ટ્રિપ સ્ટેટસનો સમાવેશ થાય છે, જે રાઇડર્સને વધુ આત્મવિશ્વાસ સાથે મુસાફરી કરવામાં મદદ કરે છે.

ઉબર બાઇક કેવી રીતે બુક કરવી
 બુકિંગ ખૂબ સરળ છે:

  • ઉબર એપ ડાઉનલોડ કરો અથવા ખોલો

  • તમારું પિકઅપ અને ડ્રોપ-ઓફ સ્થળ દાખલ કરો

  • ઉપલબ્ધ વિકલ્પોમાંથી ઉબર બાઇક પસંદ કરો

  • તમારી ટ્રિપ કન્ફર્મ કરો અને નજીકના ડ્રાઇવર સાથે મેચ મેળવો

  • તમારી રાઇડ રિયલ-ટાઇમમાં ટ્રૅક કરો અને તમારી મુસાફરીનો આનંદ માણો