વડોદરા, ગુજરાત | ૦૨ નવેમ્બર ૨૦૨૬ | ભારતની નંબર 1 વિન્ડો અને ડોર બ્રાન્ડ ફેનેસ્ટાએ વડોદરામાં પોતાનો પ્રથમ શૉરૂમ શરૂ કરીને ગુજરાતમાં પોતાની હાજરી વિસ્તારી છે. શ્રી રાધા ગ્લેઝ દ્વારા સંચાલિત આ શૉરૂમ દુકાન નં. 9 અને 10, દર્શનમ કેપિટલ, વાસણા ભાયલી રોડ, ભાયલી, વડોદરા, ગુજરાત - 391410 ખાતે આવેલો છે. આ શૉરૂમ ખુલવાથી આ વિસ્તારમાં ગ્રાહકો માટે ફેનેસ્ટાની પ્રોડક્ટ્સ અને સેવાઓ મેળવવી વધુ સરળ બનશે. આ સાથે જ, સતત વિકસી રહેલા રહેણાક અને કૉમર્શિયલ માર્કેટમાં વિશ્વ-સ્તરીય ફેનેસ્ટ્રેશન ઉત્પાદનો પૂરાં પાડવાની તેની કટિબદ્ધતા પણ વધુ મજબૂત બનશે.
નવા શરૂ કરવામાં આવેલા આ શૉરૂમમાં ગ્રાહકોને ફેનેસ્ટાની વિવિધ પ્રોડક્ટ્સનો પ્રત્યક્ષ અનુભવ મળશે. આ પ્રોડક્ટ્સમાં યુપીવીસી અને એલ્યુમિનિયમ વિન્ડો અને ડોર, સૉલિડ પેનલ ડોર તથા ફસાડ્સનો સમાવેશ થાય છે. બદલાતી આર્કિટેક્ચરલ પસંદગીઓ અને આધુનિક જીવનશૈલીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો આ શૉરૂમ ઘરના માલિકો, આર્કિટેક્ટ્સ, ઇન્ટીરિયર ડિઝાઇનર્સ, બિલ્ડર્સ અને કૉન્ટ્રાક્ટર્સ માટે વન-સ્ટોપ ડેસ્ટિનેશન છે. અહીં તેમને હાઈ-પર્ફોમન્સ, ટકાઉ અને આકર્ષક ડિઝાઇન ધરાવતા ફેનેસ્ટ્રેશન સોલ્યુશન્સ મળી રહેશે.
શૉરૂમના ઉદ્ઘાટન પ્રસંગે ફેનેસ્ટાના બિઝનેસ હેડ શ્રી સાકેત જૈનએ જણાવ્યું હતું કે, ‘ગુજરાતમાં રહેણાક અને કૉમર્શિયલ ક્ષેત્રે સતત થઈ રહેલા વિકાસને કારણે રાજ્યમાં પ્રીમિયમ ફેનેસ્ટ્રેશન સોલ્યુશન્સ માટેની તકો સતત વધી રહી છે. વડોદરામાં શ્રી રાધા ગ્લેઝ સાથેની ભાગીદારીમાં અમારો પ્રથમ શૉરૂમ ખોલવો એ રાજ્યમાં અમારી હાજરી વિસ્તારવાની અને ફેનેસ્ટાના વિશ્વ-સ્તરીય ફેનેસ્ટ્રેશન સોલ્યુશન્સ ગ્રાહકો સુધી વધુ સરળતાથી પહોંચાડવાની અમારી કટિબદ્ધતાને દર્શાવે છે. આ શૉરૂમમાં ગ્રાહકોને અમારી વિવિધ પ્રોડક્ટ્સનો પ્રત્યક્ષ અનુભવ મેળવવાની અને પોતાના ઘર તથા પ્રોજેક્ટ્સ માટે યોગ્ય પસંદગી કરવાની તક મળશે.’
આ નવા શૉરૂમના પ્રારંભ સાથે ફેનેસ્ટા ગુજરાતમાં પોતાની હાજરીનો વ્યાપ સતત વધારી રહી છે. નવીનીકરણ, શ્રેષ્ઠ ગુણવત્તા અને ગ્રાહકકેન્દ્રિત સેવાઓ પૂરી પાડવાના પોતાના વચનને પૂરું કરવા માટે ફેનેસ્ટા હવે ગ્રાહકોની વધુ નજીક આવી ગઈ છે. વડોદરાનો આ શૉરૂમ ડિઝાઇનની શ્રેષ્ઠતા, અદ્યતન એન્જિનીયરિંગ અને લાંબા સમય સુધી ટકી રહે તેવી પ્રોડક્ટ્સ વિકસાવવા પ્રત્યે ફેનેસ્ટાની કટિબદ્ધતાને દર્શાવે છે. અહીં આધુનિક ઘરો અને કૉમર્શિયલ જગ્યાઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ સોલ્યુશન્સ ઉપલબ્ધ છે.
હાલમાં સમગ્ર ભારતમાં ફેનેસ્ટાનું 400થી વધુ ડીલર્સનું મજબૂત નેટવર્ક છે અને નેપાળ, ભૂતાન, માલદીવ્સ, શ્રીલંકા, ઘાના તથા કેન્યામાં પણ તેની આંતરરાષ્ટ્રીય હાજરીનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. નવીનીકરણ, ગુણવત્તા અને ટકાઉપણા પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને ફેનેસ્ટા વિવિધ બજારોમાં ફેનેસ્ટ્રેશનનો અનુભવ નવી રીતે વ્યાખ્યાયિત કરવા માટે કટિબદ્ધ છે. વડોદરામાં નવા શૉરૂમનો પ્રારંભ ફેનેસ્ટાની એ વિકાસયાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જેનો હેતુ ભારતમાં વિન્ડો અને ડોરના અનુભવને એક નવો આયામ આપવાનો છે.







Discussion
LIVELoading comments...