પુણે, ભારત | ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬ | શિકાગો ન્યૂમેટિક ઇન્ડિયાએ તેના નવા CPS 950-300 પોર્ટેબલ એર કોમ્પ્રેસરના લૉન્ચિંગની જાહેરાત કરી છે. આ એર કોમ્પ્રેસર પાણીના કુવા, ખાણકામ અને સોલાર ફાઉન્ડેશનને લગતા ડ્રિલિંગના ઉપકરણોમાં ઉભી થઈ રહેલી માંગને પૂરી કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. હાઇ-પરફોર્મન્સ એર ડિલિવરી, ઇંધણ કાર્યક્ષમતા અને ઓપરેશનલ વૈવિધ્યનું સંયોજન કરીને, આ કોમ્પ્રેસર કોન્ટ્રાક્ટરોને ઊંડાણમાં ડ્રિલ કરવામાં, પ્રોજેક્ટ્સને ઝડપથી પૂરા કરવામાં અને ઓપરેટિંગ નફાકારકતામાં સુધારો કરવામાં મદદ કરે તેવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે.

કોન્ટ્રાક્ટરો ઊંડાણ સુધી ડ્રિલિંગની જરૂરિયાતો, જમીનની કઠીન અને બદલાતી સ્થિતિ, ભૂગર્ભજળના સ્તરમાં ઘટાડો, વધતા ઓપરેશનલ ખર્ચ અને પ્રોજેક્ટ માટેની વધુને વધુ ચુસ્ત સમયમર્યાદાઓ જેવી સ્થિતિઓનો સામનો કરી રહ્યા હોવાથી ડ્રિલિંગ ઉદ્યોગ વધતા ઓપરેશનલ દબાણનો સામનો કરી રહ્યો છે. આવા સમયે, સોલર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં થયેલી વૃદ્ધિ ઉચ્ચ-માત્રામાં ફાઉન્ડેશન ડ્રિલિંગની માંગને વેગ આપી રહ્યો હોવાથી ઉત્પાદકતા, ચોકસાઇ અને વિશ્વસનીયતા પહેલાંના સમય કરતાં વધુ મહત્વપૂર્ણ બની ગયા છે.

ડ્રિલિંગ કામગીરી માટે ડિઝાઇન કરાયું

CPS 950-300માં 300 psig પર 950 cfm પરફોર્મન્સ મળે છે, જે બોરવેલ અને ફાઉન્ડેશન માટેના ડ્રિલિંગ ઉપકરણો માટે જરૂરી એર ફ્લો અને પ્રેશર પૂરું પાડે છે. 10% સુધી વધુ ઇંધણ કાર્યક્ષમતા સાથે, આ કોમ્પ્રેસર સતત ડ્રિલિંગની કામગીરી અને અસરકારક હોલ ક્લિનિંગ જાળવી રાખીને ઇંધણના વપરાશમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

800 ફૂટ જેટલી ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવા માટે ડિઝાઇન કરવામાં આવેલા CPS 950-300થી કોન્ટ્રાક્ટરો ઊંડા ડ્રિલિંગની જરૂરિયાતો પૂર્ણ કરી શકે છે, સાથે જ ઓપરેટિંગ ખર્ચ ઓછો થાય છે અને પ્રોજેક્ટ ઉત્પાદકતા સુધારવામાં ટેકો મળે છે.

મુખ્ય ખાસિયતો અને ફાયદા

  • ફ્લેક્સિબલ માઉન્ટિંગ કન્ફિગરેશન: ટ્રક અને એક્સકેવેટર-માઉન્ટેડ ઉપકરણો બંને માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે કઠોર અને પડકારજનક કામકાજોની જગ્યાઓ પર સરળતાથી લઈ જઈ શકાય અને લગાવી શકાય છે. તેની સિંગલ-સાઇડ ડિઝાઇનના કારણે સર્વિસ પોઇન્ટ્સ સુધી અનુકૂળતાથી પહોંચી શકાય છે, સરળતાથી મેન્ટેનન્સ થઈ શકે છે અને ડાઉનટાઇમ ઘટાડવામાં મદદ મળે છે.

  • ઇંધણ-કાર્યક્ષમ કામગીરી: 10% સુધી વધુ ઇંધણ કાર્યક્ષમતા સાથે 300 psig પર 950 cfm ડિલિવર કરે છે, જેનાથી કોન્ટ્રાક્ટરોને મુશ્કેલ ડ્રિલિંગ કામગીરી દરમિયાન ઇંધણ વપરાશ અને ઓપરેશનલ ખર્ચ ઘટાડવામાં મદદ મળે છે.

  • માલિકીનો ઓછો કુલ ખર્ચ: કાર્યક્ષમ હોલ ક્લિનિંગ, સતત ડ્રિલિંગ પરફોર્મન્સ અને 800 ફૂટ જેટલી ઊંડાઈ સુધી ડ્રિલિંગ કરવાની ક્ષમતાથી કોન્ટ્રાક્ટરો ઉત્પાદકતા સુધારી શકે છે અને સાથે-સાથે એકંદર ઓપરેટિંગ ખર્ચને અંકુશમાં રાખી શકે છે.

  • ફ્લીટનો વધુ સારો ઉપયોગ: પાણીના કુવાના ખોદકામ, કોલસા અને આયર્ન ઓરના ખાણકામ અને સોલર ફાઉન્ડેશન સંબંધિત ડ્રિલિંગ માટે યોગ્ય હોવાથી, કોન્ટ્રાક્ટરો વિવિધ પ્રોજેક્ટ્સમાં સાધનોનો ઉપયોગ કરી શકે છે, તેમના દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાનો વ્યાપ વધારી શકે છે અને તેમના માટે વધારાની આવકની તકોના દ્વાર ખુલે છે.

એટલાસ કોપ્કો (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડના પાવર ટેકનિક કસ્ટમર સેન્ટરના જનરલ મેનેજર શ્રી પ્રસન્ના કુલકર્ણીએ લૉન્ચિંગ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, "ડ્રિલિંગ કામગીરી આખરે પ્રોડક્ટિવિટી, કાર્યક્ષમતા અને નફાકારકતા દ્વારા માપવામાં આવે છે. CPS 950-300 આ પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે પરફોર્મન્સ અને ઇંધણ કાર્યક્ષમતા આપતું હોવાથી કોન્ટ્રાક્ટરો વધુ અસરકારક રીતે ઓપરેટ કરી શકે છે અને ખર્ચને અંકુશમાં રાખી શકે છે. પાણીના કુવા, ખાણકામ અને સોલાર ફાઉન્ડેશન સંબંધિત ડ્રિલિંગમાં તેની વૈવિધ્યપૂર્ણ કામગીરીના કારણે ગ્રાહકો સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે અને નવી વ્યવસાયિક તકો પણ શોધી શકે છે."

એક મશીન, અનેક તકો

CPS 950-300 કોન્ટ્રાક્ટરોને એક જ મશીન વડે વિવિધ ડ્રિલિંગની જરૂરિયાતોને પૂરી કરવાની સુગમતા આપે છે – તેનાથી ઊંડા પાણીના કુવા માટેના ખોદકામ અને પડકારજનક ખાણકામની પરિસ્થિતિઓથી લઈને ઉચ્ચ-માત્રામાં સોલાર ફાઉન્ડેશનના પ્રોજેક્ટ્સ સુધીના કાર્યો પાર પાડી શકાય છે. આ કોમ્પ્રેસરથી કોન્ટ્રાક્ટરો ઊંડા ખોદકામ કરી શકે છે, પ્રોજેક્ટ્સ ઝડપથી પૂરા કરી શકે છે, ઇંધણનો વપરાશ ઘટાડી શકે છે અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકે છે તેથી, ફ્લીટ ઉત્પાદકતા સુધારવા, પૂરી પાડવામાં આવતી સેવાનો વ્યાપ વિસ્તૃત કરવા, પ્રોજેક્ટ માર્જિનને મજબૂત બનાવવા અને વધારાની આવકની તકો ઉજાગર કરવા માટે તે મદદરૂપ થાય છે. CPS 950-300 વિશ્વસનીયતા, કાર્યક્ષમતા અને વૈવિધ્યતાને એકસાથે લાવે છે, જેનાથી કોન્ટ્રાક્ટરો વધુ પડકારજનક ઉપકરણો લઈ શકે છે, આઉટપુટ વધારી શકે છે અને તેમના કામકાજમાંથી વધુ કમાણી કરી શકે છે.