રસભૂમિમાં રચાયો મહારાસ.

આ શબ્દ,રૂપ,રસ,સ્પર્શ અને ગંધની ભૂમિ છે.

"વ્રજ આવતા રસ્તામાં બાર શૂકનો થયા"

પ્રાર્થના કરીએ કે અહીં જેલમાં બંધ અમારો કૃષ્ણ જલ્દી મુક્ત થાય!

કોઈ રામપરાયણીનાં મુખથી કથા શ્રવણ કરીએ તો એ કથામૃત બની જાય છે.

વિવિધ અંતરાયોને ચીરતી કથાયાત્રાની ટ્રેઇન આઠમા દિવસે દિવ્ય નગરી,કાનાની પ્રેમભૂમિ મથુરામાં પહોંચી ત્યારે જાણે તમામ થાક માખણચોરે ચોરી લીધો હોય એવી અનુભૂતિઓથી ભરેલા ફ્લાવર્સ ફ્રેશ દેખાતા હતા.રૂપની ભૂમિ,શબ્દની ભૂમિ-ક્યારેક હોઠથી બોલ્યા,કુરુક્ષેત્ર જતા જ ખૂબ મુખર થયા. જ્યાં વેણુને પોતાના હોઠથી લગાવી વેણુનાદ કર્યો,  વિશેષ રીતે સ્પર્શતી સ્પર્શની ભૂમિ,રસની ભૂમિ રસો વૈ સ:-એવું ગ્રંથોએ કહ્યું અને ગુણાતિત ગંધની ભૂમિ પર તમામ તીર્થ સ્થાનોનાં આચાર્યો સહિત બધાને પ્રણામ કરતાં બાપુએ મથુરા,ગિરિરાજ,ઊંચી અટારી વાળી-બરસાના વાળી-રાધેજીને,જે વૃંદાવન છોડીને કૃષ્ણ યુગો વિત્યાં છતાં ક્યાંય ગયા નથી-એ વૃંદાવનનાં બાકેબિહારીના ચરણોમાં,રમણ રેતીની રજ,વ્રજ ચોરાસી આ બધાને પ્રણામ કર્યા.

ને કહ્યું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીએ કહ્યું છે કે સ્વભાવ પર વિજય મેળવવો હોય તો યમુનાષ્ટકનો પાઠ કરવો જોઈએ.

જાણે કૃષ્ણ સ્વયં ઈચ્છે છે કે મારા પૂર્વ અવતારોની કથા મોરારીબાપુ વ્રજમાં આવીને સંભળાવે અને હું છુપાઈને સાંભળું!એકાદ ક્ષણ એ સાંભળશે તો જનમ-જનમનું કથાગાન ગાયન સફળ થઈ ગયું! બાપુ કહે અમારા પૂર્વજો હરિયાણાથી વ્રજ થઈ, વ્રજરજ અને નાદ લઈ સેંજળ જતા વાયા તલગાજરડા થઈને આવ્યા,જેને અમે ધ્યાન સ્વામી બાપા કહીયે છીએ.

આજે વ્રજ આવતા-આવતા દ્વાદશ(બાર) શૂકન થયા.આ બધા જ શૂકનો રામચરિતમાનસમાં અયોધ્યાથી રામજી જાન લઈને પરણવા નીકળે છે ત્યારે રસ્તામાં મળ્યા.

કલ્યાણ,મંગલ અને શુભકારી પ્રકૃતિએ જાણે કે બાર સ્વસ્તિ વાચન કર્યું.જેમાં:

૧-નીલકંઠ પક્ષી જમણેથી ડાબી બાજુ ઉડીને જાય તો સમસ્ત મંગલની ઉદ્ઘોષણા થાય છે.નીલકંઠ મહાદેવ પણ છે જેનું સ્મરણ ટ્રેનમાં થયું.૨-જમણી બાજુ કાગડો સુખેતમાં દેખાય.અહીં મને પણ કાગભુશુંડી દેખાયા.૩-ત્રણ નકૂલ-નોળિયાનું દર્શન બધાને થયું.૪-ચાર મંદ સુગંધ શીતળ વાયુ વહેવા લાગ્યો.૫-પતિવ્રતા નારી સઘટ,સબાલ(પાણીનો ઘડો લઈ બાળકને તેડીને) સામે મળે.સબાલનો ગુરુમુખી અર્થ સોહગણ,સઘટ-ઘટ એટલે દિલવાળા લોકો મળ્યા.૬-વારંવાર શિયાળનાં દર્શન થાય.૭-ગાય પોતાના વાછડાઓને દૂધ પીવડાવતી સામે મળે. સુરભીનો એક અર્થ સૂરનો સાધક પોતાના આશ્રિતને લઈને સામે આવે.૮-મૃગમાળા પણ દેખાય.૯-સમડી ઉડતી દેખાય.૧૦-કોઈ દહીં લઈને આવતું દેખાય. ૧૧-માછલી.૧૨-વિદ્વાન બ્રાહ્મણ હાથમાં બે પુસ્તકો સાથે સામે મળે.આવા શુભ શુકનો થયા.

આપણે રટીએ એ નામ છે,પણ જેઓએ રામ રામ રટીને જનમ-જનમ વિતાવ્યા હોય એનાં મુખમાંથી નીકળેલા નામની પાછળ આપણે ગાઈએ એ નામામૃત છે.કોઈ રામપરાયણીનાં મુખથી કથા શ્રવણ કરીએ તો એ કથામૃત બની જાય છે.

કૃષ્ણભૂમિ ઉપર,કૃષ્ણભક્તિમાં બાપુએ મહારાસ રમતા સમગ્ર કથામંડપને પણ ભાવવિભોર કરી મહારાસમાં ડુબાડીને અંતે રાધાજીના ચરણોમાં આજની કથા સમર્પિત કરીને કથાને વિરામ આપ્યો.

કથા-વિશેષ:

'ધર્મક્ષેત્ર' અને 'ભગવદ્ ગીતાની ભૂમિ':કુરુક્ષેત્ર - જ્યાં નવમા દિવસની કથા ગવાશે.

હરિયાણાનું એક પવિત્ર,ઐતિહાસિક શહેર છે.

મહાભારતનું યુદ્ધ:આશરે ૫૦૦૦ વર્ષ પહેલાં, કૌરવો અને પાંડવો વચ્ચેનું મહાકાવ્ય,મહાભારત યુદ્ધ અહીં ૧૮ દિવસ સુધી ચાલ્યું હતું.

ગીતાના ઉપદેશો:* આ પવિત્ર ભૂમિ પર ભગવાન કૃષ્ણએ અર્જુનને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો હતો.

જ્યોતિસારને ગીતાનું જન્મસ્થળ માનવામાં આવે છે.

બ્રહ્મ સરોવર: આ અહીંનું સૌથી પ્રખ્યાત અને સૌથી મોટું માનવસર્જિત તળાવ છે.એવું માનવામાં આવે છે કે તેની સ્થાપના ભગવાન બ્રહ્મા દ્વારા કરવામાં આવી હતી.

વચ્ચોવચ સર્વેશ્વર મહાદેવ મંદિર અને દ્રૌપદી કૂપ છે.

આ ઉપરાંત,જ્યોતિસર તીર્થ,બ્રહ્મા સરોવર

ભદ્રકાલી મંદિર,શેઠ ચિલ્લીની કબર તિરુપતિ બાલાજી મંદિર,ગીતા જ્ઞાન સંસ્થાનમ અને કુરુક્ષેત્ર યુનિવર્સિટી.

અહીં ૪૮ કોસની પરિક્રમા થાય છે.

કુરુક્ષેત્રનો વિસ્તાર ૪૮ કોસમાં ફેલાયેલો છે.

અસંખ્ય પૌરાણિક અને ઐતિહાસિક યાત્રાધામો અને મંદિરો મોજૂદ છે.