સુરત, ગુજરાત | ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ | દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા આજે ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પહેલ અંતર્ગત શ્રી રાજે છત્રપતિ સંભાજી મહારાજ પ્રમુખ સ્કૂલ નંબર 404, ડિંડોલી, સુરત ખાતે સ્થાપિત સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું.

લોકાર્પણ સમારોહમાં સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ ચૌધરી, DGVCLના એડિશનલ ચીફ એન્જિનિયર શ્રી એન. જી. પટેલ, સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી પ્રતિભા પટેલ, શાળાના વિદ્યાર્થીઓ તથા ઇન્ટેલીસ્માર્ટના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલ ટેક્નોલોજી આધારિત શિક્ષણને પ્રોત્સાહન આપવા, વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક તકોને વધુ મજબૂત બનાવવા અને શિક્ષણના અનુભવોને વધુ સમૃદ્ધ બનાવવા માટેનું મહત્વપૂર્ણ પગલું છે.

આ પહેલના ભાગરૂપે, ઇન્ટેલીસ્માર્ટ દ્વારા ઇન્ટરએક્ટિવ ડિજિટલ લર્નિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવામાં આવ્યું છે તથા વર્ગખંડોને નવા રૂપ અને અનુભૂતિ સાથે પુનઃસજ્જ કરવામાં આવ્યા છે. ડિંડોલી, સુરત ખાતેનું આ સ્માર્ટ ક્લાસરૂમ 400થી વધુ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરશે. આ પહેલ દ્વારા એક આકર્ષક અને ઇન્ટરએક્ટિવ શૈક્ષણિક વાતાવરણનું નિર્માણ થશે, જે વિદ્યાર્થીઓને વિષયોની વધુ સારી સમજ આપશે તેમજ શિક્ષણને વધુ સુલભ, અનુભવાત્મક અને ભવિષ્યકેન્દ્રિત બનાવશે.

આ વિકાસ અંગે બોલતા, શ્રી અનિલ રાવલ, MD & CEO, IntelliSmart Infra એ જણાવ્યું: "શિક્ષણ એ ભાવિ પેઢીઓને સશક્ત બનાવવાનો પાયો છે. અમારી CSR પહેલો દ્વારા, અમારો હેતુ ડિજિટલ વિભાજનને દૂર કરવાનો અને એવા શિક્ષણ વાતાવરણનું નિર્માણ કરવાનો છે, જ્યાં ટેક્નોલોજી વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા અને વધુ સારી તકોને પ્રોત્સાહન આપે. સ્માર્ટ ક્લાસરૂમ માત્ર ટેક્નોલોજી વિશે નથી; તે યુવા મનને મોટા સપનાં જોવાની પ્રેરણા આપવા વિશે છે."

શ્રી સુધાકરભાઈ ચૌધરી, ડેપ્યુટી મેયર, સુરત મહાનગરપાલિકા (SMC), એ જણાવ્યું હતું કે, “મારા વોર્ડની એક શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવાનું આ એક અત્યંત સરાહનીય પગલું છે. મને વિશ્વાસ છે કે સ્માર્ટ સુરત, સ્માર્ટ વર્ક અને સ્માર્ટ થિંકિંગ દ્વારા આપણા બાળકો આગળ વધશે અને પોતાનું ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરશે.”

શ્રી એન. જી. પટેલ, એડિશનલ ચીફ એન્જિનિયર, DGVCL, એ જણાવ્યું હતું કે, “જેમ સ્માર્ટ મીટર ગ્રાહકોને વિવિધ લાભો આપે છે, તેવી જ રીતે આ સ્માર્ટ ક્લાસરૂમ બાળકોને વધુ સમજદાર બનવામાં, વધુ સારી રીતે શીખવામાં અને જીવનમાં પ્રગતિ કરવામાં મદદરૂપ થશે તેવી મારી આશા છે.”

શ્રી અનવર એ. શાહ, પ્રિન્સિપાલ, શ્રી રાજે છત્રપતિ સંભાજી મહારાજ પ્રમુખ સ્કૂલ નંબર 404, ડિંડોલી, એ જણાવ્યું હતું કે, “અમારી શાળામાં સ્માર્ટ ક્લાસરૂમ સ્થાપિત કરવા બદલ હું ઇન્ટેલીસ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અત્યંત આભારી છું. આ સુવિધા અમારા વિદ્યાર્થીઓને નવા જ્ઞાન અને વિવિધ વિષયો વિશે શીખવાની ઉત્તમ તક આપશે. મને વિશ્વાસ છે કે તે શિક્ષણની ગુણવત્તામાં વધારો કરશે અને અમારા બાળકોને ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધારશે.”

આ પહેલ ઇન્ટેલીસ્માર્ટના શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સામાજિક સશક્તિકરણ પર કેન્દ્રિત વિશાળ CSR વિઝનનો એક ભાગ છે. તેના CSR કાર્યક્રમો દ્વારા ઇન્ટેલીસ્માર્ટ પાંચ રાજ્યોમાં 10 સ્માર્ટ ક્લાસરૂમ મારફતે 5,000 વિદ્યાર્થીઓને લાભ પહોંચાડવાનો, બિહાર અને ગુજરાતમાં બે સેન્ટર ઑફ એક્સેલન્સ મારફતે 3,000 ITI વિદ્યાર્થીઓને તાલીમ આપવાનો તથા આસામના ડિબ્રુગઢમાં સુપોષણ પહેલ (માતા અને બાળ પોષણ કાર્યક્રમ) દ્વારા 500 ગર્ભવતી મહિલાઓને સહાય કરવાનો ઉદ્દેશ ધરાવે છે.